જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી સહાય, સવલતો મેળવવા રજિસ્ટ્રેશન જરૂરી મોરબી : જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ કચેરી - રાજકોટની યાદીમાં જણાવ્યા અનુસાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે http://esm.gujarat.gov.in ની સાઇટ પર જઇ New Register here પર ક્લીક કરીને તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. વેબસાઈટ http://esm.gujarat.gov.in પર જઇ New Register here પર જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ જ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી સહાય, સવલતો મેળવવા પાત્ર થશો તેવું વધુ આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.