વાંકાનેર : વાંકાનેરના અમરસર ફાટક નજીક કાર ચાલકે મોપેડ લઈ વાડીએ જઈ રહેલા વૃદ્ધને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના અમરસર ગામે રહેતા ઉસ્માનભાઈ આહમદભાઈ શેરસિયા ઉ.66 પોતાનું મોપેડ લઈ એક વાડીથી બીજી વાડીએ જતા હતા ત્યારે અમરસર ફાટક નજીક જીજે - 03 - એચકે - 5140 નંબરની કારના ચાલકે તેઓને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક બનાવ સ્થળે કાર રેઢી મૂકી નાસી ગયો હતો. આ અકસ્માત અંગે મૃતકના પુત્ર ફિરોજભાઈ ઉસ્માનભાઈ સેરશીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.