બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા ૧૯૫૪માં શરૂ કરાયેલી બાળપ્રવૃત્તિને પ્રમુખસ્વામી મહારાજે વિશાળ વટવૃક્ષરૂપે વિસ્તારી મોરબી : પ્રમુખસ્વામી મહારાજનગરમાં આજે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ૪.૪૫ વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો, જેમાં ૬૫ જેટલાં બાળકોએ સુમધુર કંઠે કિર્તનભક્તિમાં સૌને તરબોળ કર્યા હતા. ત્યારબાદ બી. એ પી. એસ. બાળપ્રવૃત્તિના બાળકો દ્વારા વિવિધ સંવાદો અને નૃત્યો દ્વારા બાળપ્રવૃત્તિના મૂલ્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વવ્યાપી બી. એ પી. એસ. બાળપ્રવૃત્તિનિ ઝલક દર્શાવતી વિડીયો દર્શાવવામાં આવી હતી. બાળપ્રવૃત્તિમાં જોડાઈને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ‘Thank You Pramukh Swami’ દ્વારા બાળકોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાળસ્નેહી મહંત સ્વામી મહારાજ સાથે બાળકોએ સ્ટેજ પર રમતમાં સામેલ થવાનો લાભ લીધો હતો. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ અશ્વિની વૈષ્ણવ- કેન્દ્રીય રેલવે મંત્રી, કોમ્યુનિકેશન્સ- ઈલેક્ટ્રોનિક્સ-ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, મહંત બાલક નાથ યોગી- લોકસભા સાંસદ, પદ્મવિભૂષણ પ્રતાપ સી. રેડ્ડી-સ્થાપક- ચેરમેન – એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ,બંધુ ત્રિપાઠી પૂજ્ય જિનચંદ્રજી મહારાજ-સ્થાપક – શાંતિધામ આરાધના કેન્દ્ર,પૂજ્ય વિશ્વપ્રસન્ના તીર્થ સ્વામી-પ્રમુખ- પેજાવર મઠ, રત્નાકરજી- સ્ટેટ જનરલ સેક્રેટરી (Org)- બીજેપી ગુજરાત, ભાર્ગવ ભટ્ટ, સ્ટેટ જનરલ સેક્રેટરી (Org), બીજેપી ગુજરાત, રજની પટેલ- સ્ટેટ જનરલ સેક્રેટરી (Org), બીજેપી ગુજરાત, સુનિલ દેશપાંડે- RSS પ્રચારક- રામેશ્વર દધીચ-પૂર્વ મેયર-જોધપુર, માધવસિંઘજી દિવાન- બિલાડાના દિવાન, આશિષ ચૌહાણ- મેનેજિંગ ડિરેકટર & CEO, નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ- NSE, જીગ્નેશ દેસાઇ-સહ સ્થાપક- NJ ગ્રુપ, પૂજ્ય પ્રોફ. ડૉ વિશ્વનાથ કરાડ- સ્થાપક અને પ્રમુખ- MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી,રાહુલ કરાડ-એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ- MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી, વિલિયમ સેલ્વમૂરથી-પ્રમુખ – અમિટી સાયન્સ- ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફાઉન્ડેશન (ASTIF), મનીષ રાજ સિંઘાનિયા- પ્રમુખ – ફેડરેશન ઓફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિયશન (FADA), પ્રોફ. ડૉ નવીન શેઠ- પૂર્વ ઉપ-કુલપતિ-ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપક્રમે ગુજરાતના ઉપકુલપતિઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોની એકેડેમિક કોન્ફરન્સ યોજાઇ ગઈ. ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘના પ્રમુખ રોહિત દેસાઇએ જણાવ્યું, “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી હકારાત્મક ઉર્જા લઈને નીકળીએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ, પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં વિવિધ કાર્યો જેવા કે વ્યસનમુક્તિ અભિયાન, રાહતકાર્યો અને નાઈ ઉત્કર્ષ કાર્યક્રમો દ્વારા મૂલ્ય નિષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું. સમાજ અને દેશના વિકાસ માટે આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું ધ્યેય રાખવું જોઈએ. “ BAPSના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, “ શિક્ષણથી માનવી સુધરેલો બને છે, અને તેમાં આધ્યાત્મિકતા ઉમેરવાથી તે દિવ્યતાનો સ્પર્શ પામે છે. ડૉ. કલામે પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખાવ્યા. ડૉ. કલામની ઈચ્છા હતી કે શિક્ષણનું કાર્ય કરતાં કરતાં તેઓનું આયુષ્ય પૂરું થાય. આપણા સમયના નેતૃત્વના બે જ્વલંત ઉદાહરણ એવા પ્રમુખસ્વામી મહારાજ અને ડૉ. કલામે શિક્ષણ જગતની અગત્યતા સમજાવી છે.” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ જે. પી. સિંઘલે જણાવ્યું, “આપણે આપણાં સાંસ્કૃતિક મૂળિયાં આપણાં શાસ્ત્રોમાંથી દૃઢ કરવાની જરૂર છે. આપણાં શિક્ષણને ‘કોલોનિયલ’ પ્રભાવમાંથી મુક્ત કરવું પડશે.”સ્ટેટ પાર્લમેન્ટરી અફેર્સ મંત્રી (પ્રાઇમરી, સેકન્ડરી, અને પ્રૌઢ ઉચ્ચ શિક્ષણ) શ્રી પ્રફુલ પાંચશેરિયાએ જણાવ્યું, “ આધ્યાત્મિક શિક્ષણનો અભાવ ઉચ્ચ શિક્ષિત લોકોમાં પણ આત્મહત્યા જેવા બનાવો માટે કારણભૂત છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમની સાથે કર્મ સિદ્ધાંત સમજવો પણ જરૂરી છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી અહંશૂન્ય થવાનું શીખીને વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરવો જોઈએ. ” HNGU ના ઉપ-કુલપતિ શ્રી જે. જે. વોરાએ જણાવ્યું,“ ૮૦,૦૦૦ સ્વયંસેવકોના અભૂતપૂર્વ સમર્પણને હું બિરદાવું છું. દિવ્ય શક્તિના પ્રવેશથી આવી એકતા, સર્જનાત્મકતા અને પુરુષાર્થ સંભવિત બને છે.”ચારુતર વિદ્યામંડલના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું,“ ભારતમાં અનેકવિધ મહાન શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર બનેલા વિદ્યાનગરનું ભાગ્ય છે કે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ તેને સાંપડેલા. BAPSના ૧૨૦૦ સાધુઓમાંથી ૧૩૫ વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના છે. અમારા માટે ગૌરવની વાત છે કે BAPSના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી એકના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.”