હળવદ : હળવદ તાલુકાના માથક ગામે પોલીસે રમેશભાઈ અમરશીભાઈ દેગામાના ઘર પાછળ દરોડો પાડી બાવળની કાટમા છુપાવેલ રૂપિયા 1800ની કિંમતનો છ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.