પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ' નું સન્માન, ભારતની દિલ્લીથી લઈને તિરૂપતિ, સોમનાથથી લઈને આસામની સંસ્કૃત યુનિવર્સિટીઓ દ્વારા મુખ્ય ૩૬ સંસ્કૃત યુનિવર્સિટીઓના કુલપતિઓના હસ્તાક્ષર સાથે અપાયું સન્માન મોરબી: ભગવાન સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષડ્દર્શનની શૃંખલામાં એક નુતન અને મૌલિક પૃષ્ઠ ઉમેર્યું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી. આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખર વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને એક નૂતન અને મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે. આજરોજ તારીખ 31 ડિસેમ્બરે પ્રમુખસ્વામી નગરમાં ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPSના વિદ્વાન સંત આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ આકર્ષક અને આહલાદક, મૌલિક અને અલૌકિક, પ્રેરક અને પ્રભાવક છે અને પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના દર્શાવે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ ઇકો ફ્રેન્ડલી નગર છે કારણ કે આશરે ૨૦૦ જાતિના અલગ અલગ ૧૦,૩૫,૧૦૮ ફૂલ છોડ વાવવામાં પ્રમુખસ્વામી મહારાજની પર્યાવરણના જતન & સંવર્ધનની ભાવનાને પ્રદર્શિત કરે છે. પ્રમુખસ્વામી મહારાજની જીવનશૈલી જળકમળવત્ હતી કારણ કે જેમ કમળ કાદવની વચ્ચે રહે છે પરંતુ તેને અસર નથી થતી તે રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસારથી નિર્લિપ્ત અને નિર્વિકારી રહેતા. પ્રમુખસ્વામીની જીવન શૈલીનું દર્શન રાજકમલ નામના કમળપત્રમાં જોવા મળે છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરના નાનામાં નાના છોડને પણ મર્મ સાથે રોપવામાં આવ્યો છે.” BAPSના મહામહોપાધ્યાય ભદ્રેશદાસસ્વામીએ ‘શાસ્ત્રોના વિરલ પ્રેરણામૂર્તિ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ આપતાં કહ્યું, “આજે ભારતભરની તમામ સંસ્કૃત પાઠશાળામાંથી આવેલા વિદ્ધાન કુલપતિઓનું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાગત છે. ભારતની ભૂમિએ ભગવદગીતાની ભૂમિ છે અને બ્રહ્મસૂત્રની ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને તર્કનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ઉદ્દબોધેલ વચનામૃતને યોગ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો યોગ લાગે છે, સાંખ્ય શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ સાંખ્ય લાગે છે તેવો અજોડ ગ્રંથ છે વચનામૃત.” આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ટ્રાઈના ચેરમેન પી. ડી. વાઘેલાજીએ જણાવ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે ૧૯૯૩માં મહેસાણામાં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા અને ત્યારબાદ તેમની મારા પર ખૂબ જ કરુણા અને આશીર્વાદ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા અને સાથે સાથે કુશળ પ્રબંધક હતા. પ્રમુખસ્વામી મહારાજ મને કહેતા કે જે કાર્ય કરો તે સર્વશ્રેષ્ઠ અને નિર્ભય બનીને કરો, મનને જીતવાની કોશિશ કરો અને સત્યની સાથે રહો.' ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જણાવ્યું, “ગાંધી સરદાર અને પ્રમુખસ્વામી મહારાજની ભૂમિમાં આજે ભારતભરનાં સંસ્કૃત વિદ્યાલયોનાં વિદ્વાનો પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવ્યા છે એ આપણાં માટે ગૌરવ ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી હતી.” ભારતના સુપરકોમ્પ્યુટરના જનક અને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકરે જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને એક અદ્ભુત અનુભૂતિ થઈ છે.પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો અશકય પણ શક્ય બને છે. આપણાં સૌનો જન્મ એક મહાન સંસ્કૃતિ અને મહાન દેશમાં થયો છે અને એ સંસ્કૃતિનું દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે અને હું દ્રઢપણે માનું છું કે ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. સંત પરમ હિતકારી જોઈને અદભૂત અનુભૂતિ થઈ. ” મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈનના ડોક્ટર વિજયકુમારે જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું ભાવુક થઈ ગયો કારણ કે અહીં એકસાથે મોટી સંખ્યામાં પ્રેરણાદાયી અને મનોહર પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણાને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને અહીં બાળકો સંસ્કૃતમાં નગરની માહિતી આપી રહ્યા હતા તે લોકોને જોઈને હું દ્રઢપણે માનું છું કે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. આધુનિકતા અને ટેકનોલોજીનો આધ્યાત્મિકતા સાથેનો સુભગ સમન્વય એ પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતા છે. અહી ૮૦,૦૦૦ સ્વયં સેવકો સક્રિય છે અને કાલે નગરદર્શનમાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા રાતે. પરંતુ માત્ર ૨ કલાકમાં જ મારા ચશ્મા શોધીને મારા હાથમાં આપી દીધા માટે એ જ દર્શાવે છે કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન કેટલું દિવ્ય અને ભવ્ય છે. મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા તે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ભારત માટે ગૌરવની વાત છે. આજે ભારતના તમામ સંસ્કૃત વિદ્યાલયોના કુલપતિઓએ પ્રમુખસ્વામી મહારાજ ને 'સનાતન ધર્મ જ્યોતિ' નામનો વિશેષ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે.” સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ લલિત કુમાર પટેલે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ એ માત્ર ધર્મ મંચ નથી રહ્યો પરંતુ સંસ્કૃતના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોથી પરિપૂર્ણ મંચ પણ છે. જેમ સ્વામિનારાયણ મંદિરો ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે એમ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ ભારતીયત્વનો પરિચય આપે છે. વૈદિક પરંપરામાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું શું યોગદાન છે તે ભદ્રેશદાસ સ્વામીજીએ સુપેરે સમજાવ્યું છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતીય સંસ્કૃતિનું...