મોરબીના જુના ઘુટુ રોડ ઉપર 204 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


બી ડિવિઝન પોલીસે બે આરોપીઓના નામ ખોલાવ્યાં

મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સ્મશાન સામેની જગ્યામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને પગલે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સને 204 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ અન્ય બે શખ્સના નામ કબુલતા પોલીસે ચારેય વિરૂદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર બુટલેગરોએ સ્મશાન સામે બાવળની કાટમા વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને પગલે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી જયેશભાઇ મનસુખભાઇ સેખલીયા, રહે. લાલપર જુનાગામમા, રામજી મંદીર પાસે, ચંદુભાઇના મકાનમા ભાડેથી, મુળગામ. વણા તા.લખતર જી.સુ.નગર અને હસમુખભાઇ નાનજીભાઇ સારલા, રહે. સીલ્વરપાર્ક સોસા., ત્રાજપર ખારી પાછળ, જુના ઘુટુ રોડ, મોરબી નામના શખ્સ મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 204 બોટલ દારૂ કિંમત રૂપિયા 76,500 સાથે ઝડપાઇ ગયા હતા.

- text

વધુમાં વિદેશી દારૂના આ ગોરખધંધામાં આરોપી દીપકભાઇ સીવરામભાઇ કોળી રહે. સીલ્વરપાર્ક સોસાયટી, મોરબી અને સીંધાભાઇ દસરથભાઇ કોળી, રહે. રાજપર તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની સંડોવણી હોવાનું આરોપીઓએ કબુલતા દારૂનો જથ્થો કબ્જે કરી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text