મોરબી : આજે તારીખ 29 ડિસેમ્બર ને ગુરુવારના રોજ મોરબીના નવા સાદુળકા ખાતે આવેલી સર્વોપરી સાયન્સ કોલેજમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ભરતનગર અને ટોબેકો કંટ્રોલ સેલ– મોરબી દ્વારા તમાકુ નિષેધ અંગે યુવા જાગૃતિ માટે યુવાનો વ્યસન મુક્ત રહે અને પોતાના મૌલિક વિચાર રજુ કરી શકે તે હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં કોલેજના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વ્યસન મુક્તિ વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધાના નિરીક્ષકો તરીકે ડો. ડી.એસ. પાંચોટિયા, સુપરવાઈઝર બી.એ. કાલરીયા, ડો. વિજય અગોલા, ટોબેકો કંટ્રોલ સેલના પ્રતિનિધિ તેહાનભાઈ, આરોગ્ય કર્મચારી અને સર્વોપરી પ્રોફેસર ગણ દ્વારા નિબંધ તપાસણી કરી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમા પ્રથમ ક્રમે દેસાણી હસ્તી, દ્વિતિય ક્રમે છત્રોલા આરતી, તૃતીય ક્રમે મુછડીયા ભુમિને મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. ડો. સી.એલ. વારેવડિયા મેડિકલ ઓફિસર ભરતનગરના માર્ગદર્શન હેઠળ કાયર્ક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.