મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરી ને રવિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના મહેન્દ્રનગર રોડ પર આવેલા રામધન આશ્રમ ખાતે 1 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 કલાકે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પરિવારના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, ચોકલેટ વીણ, ટાર્ગેટ બોલ સહિતની હરિફાઈ યોજાશે. આ સ્પર્ધાઓમાં કેજીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ કાર્યક્રમના દિવસે સવારે 9 વાગ્યા સુધીમાં નામ નોંધાવી શકશે. કાર્યક્રમ પૂર્ણ થયે 12 વાગ્યે ભોજનનું આયોજન પણ કરાયું છે.