મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી વિસ્તારમાંથી તસ્કરો મોબાઈલ ટાવરના કમ્પાઉન્ડમાંથી રૂપિયા બે લાખની કિંમતનું આખેઆખું જનરેટર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી વિસ્તારમાં આવેલ ઇન્ડેઝ ટાવરના વરંડામા રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું રૂપિયા 2 લાખની કિંમતનું જનરેટર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા આ મામલે અશોકભાઈ પાલજીભાઈ રાઠોડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.