મોરબીના કેરાળા ગામે જુગાર રમતા છ ઝડપાયા

- text


 

તાલુકા પોલીસની કાર્યવાહી, રૂ. ૪૫ હજારની રોકડ કબ્જે

મોરબી : મોરબીના કેરાળા ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડી રૂ. ૪૫ હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ તાલુકા પોલીસે ખાનગી બાતમી હકીકત આધારે કેરાળા (હરીપર) ગામે, હમીરભાઇ જેસંગભાઇ નારેજાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં રેઇડ કરી હમીરભાઇ જેસંગભાઇ નારેજા ઉ.વ.૬૩, રહે. કેરાળા, પ્રાણજીવનભાઇ તળશીભાઇ વિલપરા ઉ.વ.૬૩, રહે. સરદાર સોસાયટી, રવાપર, અંબારામભાઇ નાનજીભાઇ વિડજા ઉ.વ.૬૫, રહે. સરદાર પટેલ સોસાયટી, રવાપર, મગનભાઇ દેવજીભાઇ જશાપરા પટેલ ઉ.વ.૬૦, રહે. બોનીપાર્ક-૬૦૧, રવાપર રોડ, બચુભાઇ ગોવિંદભાઇ વાઘડીયા ઉ.વ.૭૨, રહે. ભક્તિનગર નાની વાવડી, ગોરધનભાઇ ચકુભાઇ કાચરોલા ઉ.વ.૬૫, રહે. પ્રભુકૃપા સોસાયટી, મોરબી, સુરેશભાઇ કાનજીભાઇ કાવર ઉ.વ.૪૨, રહે, રામસેતુ સોસાયટી, ઘુનડા રોડવાળાને રૂ.૪૫,૩૨૦ની રોકડ સાથે પકડી પાડ્યા છે.

- text

આ કામગીરીમાં પો.સ.ઇ. વી.જી.જેઠવા તથા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી મોરબી વિભાગના પો.હેડ કોન્સ. રઘુવિરસિંહ પરમાર, તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા તથા રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, દેવશીભાઇ મોરી રોકાયેલ હતા.

- text