એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ દારૂનો નાશ કરાયો મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ રૂ. ૨.૩૩ કરોડના વિદેશી દારૂ ઉપર રોડરોલર ફેરવી દઈને તેનો નાશ કર્યો હતો. મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે-૨૦૧૧ થી ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ મકનસર વીડી પાંજરાપોળ વાળી જગ્યા ખાતે પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૩૨૭નો વિદેશી દારૂની બોટલો ૬૫૭૧૨ કિંમત રૂ.૨,૩૩,૭૭,૩૬૧/- ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ વેળાએ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડી.એ.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, વિજયસિંહ ચૌહાણ સબ ઇન્સપેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ, કે.એ.વાળા પોલીસ ઇન્સપેક્ટર મોરબી તાલુકા, પી.એ.દેકાવાડીયા પોલીસ ઇન્સપેક્ટર મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે., એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે તથા એચ.આર.હેરભા પોલીસ સબ ઇન્સપેક્ટર ટંકારા પો.સ્ટે.નાઓ ઉપસ્થિત રહ્યા હતા.