મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને એસપીની હાજરીમાં પોલીસનું કોમ્બિંગ

- text


 

જુના બસ સ્ટેન્ડ, મચ્છીપીઠ અને જોન્સનગર સહિતના વિસ્તારોને પોલીસે ધમરોળ્યાં : બુટલેગરોના ઘરોમાં સર્ચ ઓપરેશન

મોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં એસપીની હાજરીમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ સાથે બુટલેગરોના ઘરોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું.

મોરબીમાં થર્ટી ફર્સ્ટે દારૂનું સેવન ન થાય તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જેને અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી ઝાલા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.

પોલીસ દ્વારા જુના બસ સ્ટેન્ડ, મચ્છીપીઠ અને જોન્સનગર સહિતના વિસ્તારોમાં ફરી ચેકીંગ પણ હાથ ધર્યું હતું. આ ઉપરાંત પોલીસ ચોપડે રહી ચૂકેલા બુટલેગરોમાં પોલીસે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. જો કે આ દરમિયાન કઈ મળી આવ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

- text

- text