પ્રમુખ સ્વામી મહારાજનગરમાં સેવા દિનની ઉજવણી

- text


 

અનેક પ્રાકૃતિક આપત્તિઓમાં નિ:સ્વાર્થ સેવા દ્વારા લાખો લોકોને નવજીવન આપનાર પરમ હિતકારી કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં મહાનુભાવો   

દેશ-વિદેશની ૪૬ જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી હતી 

મોરબી : પ્રમુખસ્વામી મહારાજનગરમાં આજે સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક પ્રાકૃતિક આપત્તિઓમાં નિ:સ્વાર્થ સેવા દ્વારા લાખો લોકોને નવજીવન આપનાર પરમ હિતકારી કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને મહાનુભાવોએ અંજલિ અર્પણ કરી હતી.

દેશ-વિદેશની ૪૬ જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી હતી. ગુજરાતના અંતરિયાળ ગામડાઓથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુથી સુધી, અંદમાન-નિકોબારના ટાપુઓથી લઈને  નેપાળ, આફ્રિકા, અમેરિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો પ્રવાહ પ્રમુખસ્વામી મહારાજે વહાવ્યો હતો.દોઢ કરોડથી વધુ અસરગ્રસ્તોને ધર્મ- જાતિ -પ્રાંત-દેશના ભેદભાવ વિના રાહત આપી હતી.

૧૯૭૯-મોરબી રેલ હોનારત, ૧૯૮૭-ગુજરાત દુષ્કાળ, ૧૯૯૩-લાતૂર ભૂકંપ-મહારાષ્ટ્ર, ૨૦૦૧- ભૂકંપ, ભુજ-કચ્છ, ૨૦૦૪-સુનામી-દક્ષિણ ભારત, ૨૦૦૬-રેલ હોનારત-સુરત, ૨૦૧૩-વાવાઝોડું, ઓક્લાહોમા, અમેરિકા, ૨૦૧૩-રેલ હોનારત, ઉત્તરાખંડ, જેવી અનેક આપત્તિઓમાં સહાય આપી હતી.

‘સેવા દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન- કીર્તન સાથે થયો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ રાહતકાર્યોની ઝાંખી કરાવી હતી.

BAPS ના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘ જે પીડ પરાઈ જાણે રે’  વિષયક પ્રવચનમાં પ્રમુખસ્વામી મહારાજે કરેલાં અભૂતપૂર્વ સેવાકાર્યોની ગાથાઓ વર્ણવી હતી.ત્યારબાદ ‘કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં દેશ-વિદેશમાં અનેક સ્થળોએ અસરગ્રસ્તોની વહારે દોડનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિ:સ્વાર્થ, કરુણાભર્યાં અનેક કાર્યોની વિશેષતા વર્ણવવામાં આવી. .

- text

આ વેળાએ સુધાંશુ ત્રિવેદી- મેમ્બર ઓફ પાર્લામેન્ટ- વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા, વિનય સહસ્ત્રબુદ્ધે-પ્રમુખ- ઇંડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, શંકરભાઇ ચૌધરી- સ્પીકર – ગુજરાત વિધાનસભા, પી. કે લહેરી (IAS), પૂર્વ ચીફ સેક્રેટરી-ગુજરાત સરકાર, અફરોઝ અહમદ- મેમ્બર- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, વલ્લભભાઈ સવાણી- ડિરેકટર – પી પી સવાની ગ્રુપ, અરવિંદ બબ્બલ- જાણીતા નિર્માતા અને દિગ્દર્શક, ચિંટુભાઈ પટેલ-Co Founder & Co-Chief એક્ઝિક્યુટિવ ઓફિસર -Amneal ફાર્માસ્યુટિકલ્સ, ડૉ. અજયભાઈ શાહ-પ્રમુખ- વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા (VHPA), મિ. હેરી શેરીડૉન, પૂર્વ પર્સનલ સેક્રેટરી- ડૉ. એ. પી જે અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા.

- text