મોરબી : મોરબીના માધાપર ઝાપા પાસે રહેતા મનુભાઈ ગોકળભાઈ સારલા ઉ. 60 નામના વૃદ્ધને પેટમાં દુખાવો રહેતો હોય મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આંતરડાનું ઓપરેશન કરાવ્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.