સિવિલના આરએમઓ કહે છે કે, હોસ્પિટલમાં શૌચાલયો ચાલુ છે જે બંધ હશે એને પણ ચાલુ કરી દેવાશે મોરબી : મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી પાલિકા, કલેકટર, મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, સિવિલ હોસ્પિટલમાં ક્યાંય શૌચાલય નથી. જેમાં સિવિલ હોસ્પિટલના ગાઉન્ડમાં આવેલ શૌચાલય બે ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં છે. ઉપરાંત ગાંધીચોક સિવિલની બાજુમાં આવેલ પે એન્ડ યુઝ શૌચાલય પણ બે વર્ષથી બંધ છે. સામાજિક કાર્યકર રાજુભાઈ દવે સહિતના કાર્યકરોએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત ગાંધીચોકનું શૉચાલય પણ બંધ હોય આસપાસના વેપારીઓ અને બહારગામથી આવતા લોકોને ભારે મુશ્કેલી પડે છે. સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો લોકો આવે છે. તેમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં હોય છે. શૉચાલય બંધ હાલતમાં હોવાથી મહિલાઓને પારાવાર મુશ્કેલી પડે છે. આ ઉપરાંત નહેરુ ગેઉટ ચોકમાં નવું મહિલા શૌચાયલ ચાલુ કરાયું છે. પણ એની પાણી મોટર ચોરાય ગઈ છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સિવિલ હોસ્પિટલમાં શૌચાલય ન હોવાની રજુઆત બાબતે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. સરડવાએ જણાવ્યું હતું કે, સિવિલમાં શૌચાલયો ચાલુ છે. જે ગાઉન્ડમાં બંધ હાલતમાં શૉચાલયની વાત આવે છે તેની તપાસ કરીને બંધ હશે તો તે શૉચાલય ચાલુ કરી દેવાશે તેમ તેમણે જણાવ્યું હતું.