મોરબી: મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પૂન:વર્સન સેવા કેન્દ્ર- લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે 100 ફ્લેટ બનાવવાનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યમાં અનુદાન આપવા માટે જાહેર જનતાને સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા જણાવ્યા પ્રમાણે મોરબીવાસીઓના સાથ સહકારથી ભૂમિદાનની રકમ એકત્ર થઈ જતા 17500 ફૂટ જમીન ખરીદવામાં આવી છે. હવે આ જમીન ઉપર બાંધકામ શરૂ કરવામાં આવશે. જેના માટે અંદાજે સાત કરોડ જેટલો ખર્ચ થશે. બાંધકામ માટે 1 કરોડ રૂપિયા ડો. કુસુમબેન અમૃતલાલ દોશી તરફથી આ સેવા કાર્યમાં મળેલા છે. તેમજ એક રૂમ ઉપર નામ લખાવવાના ₹3,51,000 અનુદાનની રકમ નક્કી કરવામાં આવી છે. ત્રણ દાતા રૂમ ઉપર નામ લખાવવા આવી ચૂક્યા છે. ત્યારે કોઈપણ વ્યક્તિ ₹ 5,000 થી વધુની રકમ આપી બાંધકામની સમૂહ તકતીમાં નામ નોંધાવી શકે છે. સંસ્થા દ્વારા મોરબીના ઔદ્યોગિક એકમો ધરાવતા ઉદ્યોગપતિઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે, આ સંસ્થાને ઉમદા હાથે દાન આપી આ કાર્યમાં મદદરૂપ થશો. વધુ વિગત માટે મો. નં. 94299 78930 અથવા 92289 79372 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.