75 વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું :પૌત્ર ,પૌત્રીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા મોરબી : મોરબી ડિસ્ટ્રિક્ટ પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશનનું ચતુર્થ સ્નેહમિલન અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ ઈ. કોલેજ રોડ, મોરબી ખાતે યોજાયેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. જી. વી.ભાલોડીયા ઉપસ્થિત રહેલા હતા. આ વેળાએ બદ્રી પ્રસાદ સાધુ ભાઈએ પોતાના સંસ્મરણો રજુ કરેલ હતા. રાજકોટ અને વાંકાનેરથી સ્ટાફ મિત્રો પણ આવેલા. આ સ્નેહ મિલનમાં 75 વર્ષ પૂર્ણ કરનાર મિત્રોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. તેમજ પૌત્ર ,પૌત્રીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવેલ હતાં સમગ્ર સ્નેહમિલનનું સંચાલન ભાવિપ્રસાદ રાવલે કરેલ હતું. તેમજ માર્ગદર્શન પી.એચ.અઢિયા, પી. આર. રાઠોડ, એમ. વી વાગડીયા અનેઆર.જી. કાવરના સહકારથી આયોજન કરવામાં આવેલ. તેમજ બોળી સંખ્યામાં સ્ટાફ બુમિત્રો સહ પરિવાર હાજર રહેલ.સમૂહ ભોજન પણ આયોજન કરવામાં આવેલ હતું.