ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક આવેલા પડધરી તાલુકાના ઉકેરડા ગામે એક સગર્ભાની કારમાં સફળ ડિલિવરી ટંકારા 108ની ટીમ દ્વારા કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે ઉકેરડા ગામે શનિવારે બપોરે 3 વાગે રમાબેન રામસિંહ ડામર નામના મહિલાને પેટમાં દુ:ખાવો થતા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારે પડધરીની 108ની એમ્બ્યુલન્સ અન્ય કેસમાં હોય ટંકારાની 108ની ગાડી તાત્કાલિક ઉકેરડા ગામે જવા નીકળી હતી. અને મહિલાને કારમાં લાઇ જવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તાત્કાલિક કારમાં જ ડીલેવરી કરાવવામાં આવી હતી. આ સફળ ડિલિવરી માટે ETM ડૉ. રૂબિયા અને પાયલોટ સંદીપભાઈનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.