મોરબી: સ્વ. ડોક્ટર બળવંતભાઈ પંડ્યાના સ્મરણાર્થે મોરબીના વાઘપર મેઈન રોડ પર આવેલા સવનીયા હનુમાનજી મંદિર પાસે આવતીકાલ સોમવારથી ઉકાળા કેન્દ્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સવાનીયા હનુમાનજી મંદિર પાસે સવારે 6:30 થી 8:30 સુધી શરદી-કફના ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. તથા ડો. બી.કે. લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ડો. બી.કે. લહેરુનું દવાખાનું, શનાળા રોડ તથા નવા બસ સ્ટેન્ડ સામે બાપાસીતારામ મઢુલી પાસે તારીખ 26 ડિસેમ્બર થી પાંચ જાન્યુઆરી સુધી ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઉકાળા કેન્દ્રનો લાભ લેવા દરેક મોરબીની જનતાને જણાવવામાં આવ્યું છે.