અલ્ટો કારના ચાલકે સામેથી ટક્કર મારી, એક ઇજાગ્રસ્ત હળવદ : હળવદ મોરબી હાઇવે ઉપર ચરાડવા અને આંદરણા ગામની વચ્ચે પુરપાટ ઝડપે આવતી અલ્ટો કારના ચાલકે બાઇકને સામેથી ઠોકર મારતા બાઇકમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ મોરબી હાઇવે ઉપર ચરાડવા અને આંદરણા ગામની વચ્ચે અલ્ટો કાર નંબર જીજે - 36 - એલ - 3505ના ચાલકે જીજે - 03 - સીકે - 9167 નંબરના બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા મહેશભાઈ બાબિનભાઈ મુજારીયા ઉ.50ને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે રાજુભાઇ શામજીભાઈ મકવાણાને બન્ને પગે ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.