હળવદ પીઆઇ કહ્યું કે, ખેડૂતની આત્મહત્યા શંકાસ્પદ હોય અને સુસાઈટ નોટમાં હેડ રાઇટિંગની ચકાસણી બાદ કાર્યવાહી થશે હળવદ : હળવદના માલણીયાદ ગામે ખેડૂતનું આકસ્મિક મૃત્યુ કેસમાં હવે સુસાઈટ નોટ સામે આવી છે. જેમાં લેણદારોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. એની સામે હળવદ પીઆઇએ કહ્યું હતું કે, ખેડૂતનું મોત શંકાસ્પદ છે તેમજ જે સુસાઈટ નોટ મળી છે તેમ હેડ રાઈટીંગની ચકાસણી કરશે. આ તમામ તપાસના અંતે કાર્યવાહી થશે. હળવદના માલણીયાદ ગામે ખેડૂત જયંતીભાઈ જીવણભાઈ પરમાર (ઉ.વ.56)નું ટ્રેક્ટર નીચે આવી જવાથી મોત થયું હતું. આ કેસમાં મૃતકે લખેલી સુસાઈડ નોટ મળી છે. તે અંગે હળવદ પીઆઇ એમ.વી. પટેલે જણાવ્યું હતું કે, આ ખેડૂતે આપઘાત કર્યો એ જ શંકાસ્પદ લાગે છે, કારણ કે જો તેમને આપઘાત કરવો હોય તો ટ્રેક્ટરની આગળ જ પડતું મૂકે પણ એમનું ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે નીચે આવી જતા મોત થયું એવી વાત આવી હતી. એટલે મોબાઈલ પડી જતા લેવા જતી વખતે પડી ગયા હોય એવી વાત સામે આવતા ખરેખર આ બનાવ આકસ્મિક છે કે આપઘાતનો તેની સઘન તપાસ ચાલુ છે. બીજું જે સુસાઈડ નોટ મળી છે એમાં સાતેક વ્યક્તિના નામ લખ્યા અને એ લોકોનો પૈસા દેવાના બાકી છે એટલું જ લખ્યું છે. એટલે આ નોટ તેઓ લખી કે બીજા કોઈએ તેની પણ તપાસ થશે પછી જ આગળની કાર્યવાહી થશે.