હળવદ : અમદાવાદથી ભુજ પાલરા જેલમા પાસાના આરોપીઓને મુકવા જઈ રહેલી પોલીસની બસ હળવદ - માળીયા હાઇવે ઉપર દેવળીયા નજીક ડિવાઈડર ઉપર ચડી જતા બસમાં નુકશાન થયું હતું, જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ એમટી વિભાગની બસ પાસાના આરોપીઓને લઈ ભુજ પાલરા જેલ તરફ જઈ રહી હતી ત્યારે હળવદ - માળીયા હાઇવે ઉપર દેવળીયા ચોકડી પાસે અચાનક વાહન આડુ ઉતરતા બસને બ્રેક મારતા બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ અંગે બસ ચાલક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ બહાદુરસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી હતી.