મોરબીઃ મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરીના રોજ સિનિયર સિટીઝન સંસ્થાના સભ્યો માટે જાદુગરનો શો આયોજિત કરવામાં આવ્યો છે. તારીખ 1 જાન્યુઆરીના રોજ મોરબીના કાયાજી પ્લોટ ખાતેના ધનવંતરી ભવન ખાતે સિનિયર સિટીઝનો માટે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન જાદુગરનો શો રાખવામાં આવ્યો છે. જાદુગરનો શો પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તો સિનિયર સિટીઝનોએ કાર્યક્રમમાં હાજર રહેનારા સભ્યોની સંખ્યા અંગે પ્રમુખ ડો. બી.કે.લહેરુ (મો.નં. 99132 22283) અથવા મંત્રી મહેશભાઈ ભટ્ટ (મો.નં. 99090 81811)ને જાણ કરવા યાદીમાં જણાવ્યું છે.