મોરબી : મોરબીમાં વાહનચોર ગેંગ તરખાટ મચાવી રહી છે ત્યારે શહેરમાં વધુ બે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં મોરબીના રેલવે સ્ટેશન રોડ નજીક આવેલ સિન્ધુભવન પાસેથી કમલેશભઈ માંડણભાઈ કરોતરાનું 15 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ કોઈ અજાણ્યા તસ્કર ચોરી ગયા હતા. એ જ રીતે મોરબીના ઘૂંટુ ગામે ખરાવાડમાંથી જગદીશભાઈ પ્રેમજીભાઈ સોરીયાનું રૂપિયા 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યા તસ્કર ચોરી જતા વાહન ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.