મોરબી : જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-6માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષામાં લેવામાં આવે છે. આ પરીક્ષામાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉતિર્ણ થઈ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાંગર જીનલ નિલેશભાઈ ઉતિર્ણ થઈ છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને અમરાપર (ના.) પ્રાથમિક શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક મિયાત્રા પરેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ નવોદય પરિવારે ડાંગર જીનલને અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે.