મોરબીઃ મોરબીમાં આવેલી વિઝન આંખની હોસ્પિટલ ખાતે આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ આંખોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. સ્વ. ડાયાભાઈ ગણેશભાઈ પનારાની બારમી પુણ્યતિથિ નિમિત્તે વિઝન આંખની હોસ્પિટલ (ડો. મેહુલ પનારા, આંખના નિષ્ણાત સર્જન) દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે. 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર નક્ષત્ર હાઈટ્સમાં આવેલી વિઝન આંખની હોસ્પિટલ ખાતે આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, નાસુરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન નિદાન કરેલા મોતિયાના ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે. ઉપરાંત ટાંકાવગરના ફેકો મશીન દ્વારા તથા નેત્રમણી આરોપણ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી ફોન નંબર 02822-356510 અથવા મો.નં. 99093 66660 પર અપોઈમેન્ટ લેવા જણાવાયું છે.