ખેડૂતોએ ધીમગતિએ સિંચાઈનું પાણી છોડવા મામલે અધિકારીને બંગડી પહેરી લેવાનું કહીને ઉઘડો લીધો : જ્યાં સુધી સિંચાઈનું પૂરતા પ્રમાણમાં પાણી ન મળે ત્યાં સુધી ઘરણા કરવાનો ખેડૂતોનો નીર્ધાર મોરબી : મોરબીના આમરણ ગામના ખેડૂતોએ આજે સિંચાઈ પ્રશ્ને મોરબીની સિંચાઈ કચેરીમાં મોરચો માંડ્યો હતો અને ખેડૂતોએ કોઈના ઈશારે પાણી ધીમું છોડતા હોય સરકારી નોકરી છોડી રાજકારણમાં જોડાઈ જવાનું કહી અધિકારીને તમારાથી કામ ન થતું હોય તો બંગડી પહેરી લો તેવા ઉગ્ર આક્રોશ સાથે ઉઘડો લીધો હતો.જ્યાં સુધી સિંચાઈનું પૂરતા પ્રમાણમાં પાણી ન મળે ત્યાં સુધી ઘરણા કરવાનો ખેડૂતોનો નીર્ધાર કર્યો છે. આમરણ ગામના ખેડૂતોએ સિંચાઈ અધિકારી સમક્ષ આજે ઉગ્ર રજુઆત કરી હતી કે, આમરણ ગામના ખેડૂતોને ડેમી 3માંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ હતી. આ સિંચાઈના પાણી માટે ખેડૂતોએ પૈસા પણ ભરી દીધા હતા.તેમ છતાં ગઈકાલે સિંચાઈ માટે એકદમ ધીમી ધારે પાણી છોડાતા ખેડૂતો રોષે ભરાયા હતા. આથી ખેડૂતોએ પૂરતા ફોર્સથી પાણી છોડવામાં આવે તો જ છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી શકે તેવી માંગ ઉઠાવી હતી.પરંતુ ધીમી ધારે પાણી છોડાતું હોય અને કોયલી ગામના કહેવાથી આ ધીમી ધારે પાણી અપાતું હોવાનો આક્ષેપ કર્યો હતો.આમરણ ગામના 500 જેટલા ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રૂ.1.32 હજાર ભર્યા છતાં પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. આમરણ ગામના 1200 વિઘા જમીનમાં પૂરતા ફોર્સથી પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ મોરબી જિલ્લાના સિંચાઈ અધિકારીને બીજાના કહેવાથી ધીમું પાણી છોડતા હોવાનું કહી જો તમેં પૂરતા પ્રમાણમાં પાણી આપી શકતા ન હોવ તો બંગડી પહેરી લો અને સરકારી નોકરી છોડી રાજકારણ જ કરવું હોય તો રાજકારણમાં જતા રહો તેમ કહીને અધિકારીઓનો બરાબર ઉઘડો લીધો હતો.તેમજ સિંચાઇની માંગ સાથે ખેડૂતો ત્યાં ઘરણા ઉપર બેસી ગયા હતા. ડેમી ડેમના ચાર દરવાજા ખોલી આમરણ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા ફોર્સથી પાણી આપવામાં નહિ આવે ત્યાં સુધી ધરણા કરીશું તેવુ 100 થી ખેડૂતોએ જણાવી ધરણા ઉપર બેસી ગયા છે. સિંચાઈ અધિકારી સાવલિયાએ જણાવ્યું હતું કે, આમરણ ગામના ખેડૂતોની જે પૂરતા ફોર્સથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ છે. એ મુજબ જ પાણી છોડવામાં આવશે. પહેલા રસ્તા કોઈ હોય તો કઈ ન થાય એ માટે સલામતીના ભાગરૂપે ધીમી ગતિએ પાણી છોડ્યું હતું. પછી ગાંધીનગર જાણ કર્યા બાદ પાણી છોડવામાં આવે છે. એટલે હવે પૂરતા ફોર્સથી પાણી છોડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.જો કે આમરણ ગામના ખેડૂતોએ કહ્યું હતું કે ચોમાસામાં વધુ વરસાદથી પાક લઈ શકતા નથી અને રવીપાક અમારા માટે જીવાદોરી સમાન છે. એટલે ખેડૂતોએ રામધૂન બોલાવીને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ કરી હતી.