બી ડિવિઝન પોલીસે રિક્ષામાં બેનર લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો મોરબી : મોરબીમાં ચોરી બનાવો અટકાવવા માટે જિલ્લા પોલીસ બાદ બી ડિવિઝન પોલીસે સામાકાંઠાના વિસ્તારમાં રીક્ષા ફેરવી બેનર લગાવીને લોકોને બહારગામ જાવ ત્યારે ઘરને તાળા મારવાની સાથે નજીકના પોલીસ સ્ટેશને ફોન દ્વારા જાણ કરવાની અપીલ કરી છે. મોરબી પંથકમાં હમણાંથી ચોરીના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને તસ્કરો બહારગામ ગયેલા પરિવારોના બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ બાદ બી ડિવિઝન પોલીસે પણ લોકોને જાગૃત કરવા સામાકાંઠા વિસ્તારમાં રીક્ષા ફેરવી પોલીસ સ્ટેશનના નંબર સાથે બેનેરો લગાવી રેડિયો મારફત જાણ કરવામાં આવી હતી કે, જે કોઈપણ લોકો બહારગામ જાય ત્યારે બરોબર મકાનને તાળું મારીને પોલીસને જાણ કરે જેથી પોલીસ એ વિસ્તારમાં સુરક્ષા વધારી શકે અને ચોરીના બનાવો બનતા અટકે. આવી રીતે પોલીસે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.