મોરબીઃ રોટરી ક્લબ- મોરબી દ્વારા ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ અંતર્ગત રાજપર ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 20 ડિસેમ્બર ને મંગળવારના રોજ રોટરી ક્લબ- મોરબી દ્વારા રાજપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાબિટીસ તથા બ્લડ ગ્રુપ ચેકઅપનો મેડિકલ કેમ્પ ડો. લહેરુ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પમાં 60 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ ડો. જયેશભાઈ રામાવત તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો સહયોગ મળ્યો હતો. ડાયાબિટીસના દર્દીને નિયમિત બ્લડ સુગરની તપાસ કરાવવી તથા વારસાગત ડાયાબિટીસની બીમારી હોય તેવા વ્યક્તિએ વધુ સાવધ રહેવું તથા સમયાંતરે બ્લડ સુગર ચેક કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબ વતી પ્રમુખ રોટેરીયન અશોકભાઈ મહેતા તથા રોટેરીયન હરીશભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.