મોરબી : મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે આગામી તારીખ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત મકનસર સીતારામનગર દ્વારા તારીખ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રામદેવજી મહારાજની પાવન કથાનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ બપોરે 1-30 થી સાંજે 6 વાગ્યા સુધી વક્તા બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) (ગુરુ ભાવેશ્વરી મા) રામધન આશ્રમ મોરબી બીરાજી કથાનું રસપાન કરાવશે. 26 ડિસેમ્બરે બપોરે 1-30 કલાકે રામજી મંદિરથી પોથીયાત્રા નીકળી કથા મંડપે પધારશે. કથાના યજમાન પદે લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી રહેશે. આ શુભ પ્રસંગે સંતો-મહંતો અને દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ ભાવિક ભક્તો પધારશે. તો આ કથાનું રસપાન કરવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.