રામધામ-જાલીડા મુકામે યોજાનાર રઘુવંશી સમાજના ગૌરવ સમા એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહ તથા વિજયોત્સવના અનુસંધાને આ બેઠકનું આયોજન કરાયું મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આગામી શુક્રવાર તા.૨૩ના રોજ સમસ્ત લોહાણા સમાજની અગત્યની બેઠક યોજાશે.જેમાં રામધામ-જાલીડા મુકામે યોજાનાર રઘુવંશી સમાજના ગૌરવ સમા એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહ તથા વિજયોત્સવના અનુસંધાનમા મોરબી લોહાણા સમાજની બેઠકનું આયોજન કરાયું છે. સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામના સ્વપ્નદ્રષ્ટા રઘુવંશી સમાજના સાવજ એવા જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી વિજયી થયા છે ત્યારે સમસ્ત લોહાણા સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી એકમાત્ર રઘુવંશી ઉમેદવાર તરીકે ચુંટાઈ આવેલા જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે.