બિહારી યુવાનને રાજકોટ ખસેડાયોઃ ગેસ લિક થતા દીવાસળી સળગાવતા જ ભડકો થયો ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા-છતર વચ્ચે આવેલી પોલીકોન પોલીમર્સ નામની કંપનીમાં નોકરી કરતો અને ત્યાંની રૂમમાં રહેતો મુળ બિહારનો શશીકાંત બિહારીભાઇ વર્મા (ઉ.વ.૨૩) રાતે ઍકાદ વાગ્યે રૂમમાં ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. રાજકોટ હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોફિકભાઇ જુણાચે આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી છે, શશીકાંતના કહેવા મુજબ પોતે નાઇટ ડ્યુટીમાં હતો. રાતે ઍકાદ વાગ્યે રૂમમાં ચા બનાવવા ગયો હતો. સ્ટવ ચાલુ કરવા દિવાસળી કરતાં જ ભડકો થયો હતો અને દાઝી ગયો હતો. ગેસ લિક થઇ રૂમમાં ભરાઇ ગયો હોવાથી બનાવ બન્યાનું પોલીસ સમક્ષ શ્રમિક યુવાને હાલમાં જણાવ્યું છે.