ટંકારા પોલીસ મથક સામે ઓવરબ્રિજ ઉતરતા બનેલો બનાવ ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા ગામે ગતરાત્રીના ઓવરબ્રીજ ઉતરતા ટેન્કર પાછળ છોટા હાથી વાહન ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથી વાહનના ચાલકને પગમા ઈજા પહોંચી હોય તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા પોલીસ સ્ટેશન સામે ગતરાત્રીના ઓવરબ્રિજ નજીક ટેન્કર ચાલકે સ્પીડ બ્રેકરને કારણે બ્રેક મારતા પાછળ આવી રહેલ છોટા હાથી વાહન ટેન્કરના ઠાઠામા ઘુસી જતા છોટા હાથી વાહન ચાલકને ઇજાઓ પહોંચી હતી.બનાવને પગલે ટંકારા પોલીસ અને સામાજિક કાર્યકર ઈરફાન ડાડા સહિતના લોકો ધટના સ્થળે દોડી ગયા હતા અને રોડ વચ્ચેથી વાહન હટાવી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડયા હતા.