મોરબીઃ મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ તારીખ 21 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી વિજપુરવઠો 66 કેવી અમરેલી રોડ સબ સ્ટેશનમાં મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે તેથી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ રહેશે. આવતીકાલે તારીખ 21 ડિસેમ્બરે (1)વાવડી રોડ ફીડર હેઠળના વાવડી રોડ પરના ક્રિષ્નાપાર્ક, રાધાપાર્ક, કુબેરનગર-1-2-3, ગાયત્રીનાગર, સોમૈયા સોસાયટી, માધાપર, કારીયા સોસાયટી, મારુતિનગર તથા આસપાસનાં વિસ્તારો (2) ચિત્રકૂટ ફીડર હેઠળ આવતા વી.સી.પરા રોહિદાસપરા, માધાપર, મહેન્દ્રનગર, રેલ્વે સ્ટેશન રોડ, નવા ડેલા રોડ, ડૉ.તખ્તસિંહજી રોડ, ઘાંચી શેરી તથા આસપાસનાં વિસ્તારો અને (3) શ્રધ્ધા ફીડર હેઠળ આવતા વિજયનગર, મદિના સોસાયટી, રણછોડનગર, યમુનાનગર, અમરેલી રોડ, વીસીનગર, લાયન્સનગર, નીલકંઠ સોસાયટી તથા આસપાસનાં વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.