મોરબી : પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિરમાં બે દિવસ પહેલા હુમલાની ઘટના વિરોધમાં મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા આજે તા.20ને મંગળવારે બપોરે 3 કલાકે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા આજે તા.20ને મંગળવારે બપોરે 3 કલાકે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગિરિરાજની રક્ષા કાજે આ બાઈક રેલી આજે બપોરે 3 વાગ્યે દરબાર ગઢથી નીકળી શહેરના નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ નગરપાલિકા રોડ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન, પુલ પર થઈ સામાંકાંઠે આવેલ જિલ્લા સેવા સદનને પહોંચી કલેકટરને આવેદન આપવામાં આવશે. કોઈપણ તીર્થધામ પ્રજા માટે પ્રાણ સમાન હોય અને હવે આપણા આ પ્રાણ ઉપર પ્રહાર થયો હોય એનો અવાજ ઉઠાવવા અને ગિરિરાજની સલામતી અને રક્ષણ માટે આ બાઈક રેલીમાં સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવવા સમસ્ત જૈન સમાજ દ્વારા હાકલ કરવામાં આવી છે.