મોરબી : મોરબીના રવાપર ગામે તળાવ નજીક જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 83,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર ગામના તળાવ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા લખમણભાઇ વાઘજીભાઇ માકાસણા, મગનભાઇ ડાયાભાઇ કાસુન્દ્રા, નરભેરામભાઇ આંબાભાઇ કામરીયા, મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરા, કાંતીભાઇ જેરામભાઇ લો, નટવરલાલ દેવજીભાઇ ઉનાલીયા, મનજીભાઇ તેજાભાઇ કામરીયા અને વિજયભાઇ કાનજીભાઇ ડાંગરને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 83,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.