મોરબી: લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબીની આર્ટ પ્રેમી જનતા માટે તારીખ 24 અને 25 ડિસેમ્બરના રોજ મંડલા આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં દશ વર્ષ થી ઉપરના દરેક કલા પ્રેમી વ્યક્તિને શરૂઆત થી મંડલા આર્ટ શીખવવામાં આવશે. ટ્રેનર તરીકે હરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનાં ક્રિષ્ના રૂપાલા દ્વાર શીખવવામાં આવશે. વર્કશોપમાં આવેલી તમામ ફી ક્લબની સેવાકીય પ્રવૃત્તિ માટે વાપરવામાં આવશે. વર્કશોપની વધુ માહિતી માટે ૮૧૪૧૭ ૭૨૦૨૨ નંબર પર સંપર્ક કરવા જણાવાયુ છે.