બાપા સીતારામ અન્નક્ષેત્ર મઢુલી -હળવદ દ્વારા આયોજન : ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ હળવદ : હળવદ શહેરમાં આવેલા બાપા સીતારામ અન્નક્ષેત્ર મઢુલી દ્વારા આજથી હળવદના વિનોબા ગ્રાઉન્ડ ખાતે કૃષ્ણ રાસલીલા મહોત્સવ તથા શ્રીમદ્ ભક્તમાળ કથા જ્ઞાન-યજ્ઞનો પ્રારંભ થશે. આજથી એટલે કે તારીખ 19 ડિસેમ્બર ને સોમવારથી 25 ડિસેમ્બરને રવિવાર સુધી દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી મહાનદાસજી મહારાજ (વ્રજ કિશોરદાસજી) વ્યાસપીઠ પર બિરાજી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. દરરોજ રાત્રે 7 કલાકેથી રાસલીલા યોજાશે.દરરોજ રાત્રે 6 કલાકથી રાત્રે 7-30 કલાક સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત 22 ડિસેમ્બરે ડાક-ડમરૂનો કાર્યક્રમ પણ યોજાશે. 22 ડિસેમ્બરે બપોરે 2 કલાકે સાધુ દર્શન મેલા પણ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામે ગામથી સાધુ-સંતો,રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો સહિતનાઓ હાજર રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા બાપા સીતારામ અન્નક્ષેત્ર મઢૂલી હળવદ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.