હળવદ પોલીસે રોકડા, બાઈક અને મોબાઈલ સહિત 68,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા પાંચ જુગારીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા જ્યારે બે જુગારી નાસી છૂટયા હતા. દરોડા દરમિયાન પોલીસે 68,600નો મુદ્દામાલ કબ્જે કરી સાત જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી વશરામભાઈ શામજીભાઈ માકાસણા, રહે.ચરાડવા, મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, રહે.ચરાડવા, રણછોડભાઈ રવજીભાઈ સોનગ્રા, રહે. ઉગમણા દરવાજે ચરાડવા, રમેશભાઈ ચુનીલાલભાઈ જોબનપુત્રા, રહે.ચરાડવા સુથાર શેરી અને શૈલેષભાઈ રતીલાલભાઈ પુજારા, રહે.સુથાર શેરી તા.હળવદ જી.મોરબીવાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે મહેશભાઈ પ્રભુભાઈ વાઘેલા રહે. સુથાર શેરી ચરાડવા તેમજ ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા, રહે.અવની સોસાયટી મોરબી, મુળ રહે. ચરાડવા નામના બન્ને આરોપીઓ નાસી જતા હળવદ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 18,600, બે મોટર સાયકલ કિંમત રૂપિયા 40 હજાર તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 68,600નો મૂળમાલ કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.