બંધુનગર ગામે ખેતશ્રમિકમા મામાને ઘેર આવેલા ભાણેજનું અકાળે અવસાન મોરબી : મોરબીના બંધુનગર ગામે મામાના ઘેર આવેલા ભાણીયાને તરસ લાગતા ભૂલથી ગોળા પાસે પડેલ દવા વાળા વાટકામાં પાણી પી લેતા સગીર ભાણેજનું મૃત્યુ નિપજતા મધ્યપ્રદેશના ખેત શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના જામ્બુઆ જિલ્લાનો રહેવાસી ઈશ્વરભાઈ રામુભાઈ ભાભોર ઉ.14 નામનો સગીર બંધુનગર ગામે જીગાભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા પોતાના મામા શંકરભાઇ મૈડા ના ઘેર આવ્યો હતો ત્યારે પાણીની તરસ લાગતા ભૂલથી માટલા પાસે પડેલ ખડ મારવાની દવા વાળા વાટકામા પાણી પી લેતા ઝેરી અસર થતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.