હળવદ: ઓપન હળવદ બેડમિન્ટન કોચિંગ ક્લાસ દ્વારા તાજેતરમાં ધો. 3 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધો કરતા ભાઈઓ-બહેનો માટે એક સિંગલ્સ બેડમિન્ટન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની વિગતો આપતા તક્ષશિલા સંકુલના સંચાલક રોહિત સિણોજીયાએ જણાવ્યું હતું કે, હળવદ ખાતે નવનિર્મિત ઈન્ડોર સ્ટેડિયમ/ કોર્ટ પર આ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 12 ગોલ્ડ,12 સિલ્વર અને 24 બ્રોન્ઝ એમ કુલ 48 ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ભાગ લેનાર હળવદ તાલુકાના 342 જેટલા ખેલાડીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ તકે બેડમિન્ટન કોચ પરેશભાઈ વસર અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેન ઓરાએ જણાવ્યું હતું કે, ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી ઉપરાંત ત્રણ મહિના સુધી મફત કોચિંગ આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હળવદ ધ્રાંગધ્રાના નવનિયુક્ત ધારાસભ્ય પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગે ધારાસભ્યનો જન્મદિવસ હોઈ ત્રણ હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં કેક કાપી બર્થડે ઉજવ્યો હતો. તેમ જ તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલ અને ડો. અલ્પેશ સિણોજિયા દ્વારા મોમેન્ટો આપી નવનિયુકત ધારાસભ્યને સન્માનિત કરાયા હતા. વિજેતા મેડલ વિનર ખેલાડીઓને ટ્રોફી એનાયત કરતી વેળાએ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના વિઝન ખેલ મહાકુંભ થકી ગુજરાતના ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં આગળ વધતા રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા રમેશ કૈલા, રોહિત સિણોજીયાએ જહેમત ઉઠાવી હતી. રેફરી તરીકે કૃણાલ દેકાવડિયા, નિલેશ પટેલ અને પાર્થ પટેલે સેવા આપી હતી. ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડી 1. કૈલા પ્રનિલ 2. પટેલ હાર્વી 3. જાદવ કોમલ 4. દેકાવડિયા માનવ 5. પટેલ ખંજન 6. પટેલ કશ્વિ 7. કૈલા પિનાક 8. શર્મા જાન્હવી 9. કામદાર નીલ 10. સંતોકી જેન્સી 11. કાચરોલા ધ્રુવ 12. સિણોજિયા ડિમ્પલ સિલ્વર મેડલ વિજેતા ખેલાડી 1. એરવાડિયા જીત 2. બાપોદરિયા આધ્યા 3. પટેલ ધ્રુવી 4. પટેલ ધ્વનિલ 5. મોરતરીયા દીપ 6. સાબરિયા સંધ્યા 7. કૈલા કવન 8. રામજિયાણી કૃષિ 9. સુરેલા રાહુલ 10. ઝેજરિયા કિરણ 11. પટેલ પાર્થ 12. ગરધરિયા પારુલ