ભાજપના ધારાસભ્યોની જીતને પગલે નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા માટેલધામમાં ધ્વજારોહણ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા મોરબી : ભાજપના ધારાસભ્યોની જીતને પગલે નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા માટેલધામમાં ધ્વજારોહણ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા.મોરબી જિલ્લાના ધારાસભ્યોએ માટેલધામમાં ધ્વજારોહણ કર્યું હતું. મોરબી, વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવતા મોરબીના નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા નવનિયુક્ત ધારાસભ્યોની હાજરીમાં માટેલના સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના ધ્વજારોહણ કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી માળીયા બેઠક ઉપર વિજેતા બનેલા કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર બેઠક ઉપર વિજેતા બનેલા જીતુભાઇ સોમાણીની હાજરીમાં માટેલધામ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાથે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા.