હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના નશવાળીના વતની સરસ્વતીબેન અર્જુનભાઇ રામજીભાઇ ભીલ, ઉ.42 અગમ્ય કારણોસર ખડમા છાંટવાની દવા પી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.