મોરબી : દૂધ બાળકોથી લઈને વૃદ્ધો માટે શક્તિવર્ધક માનવામાં આવે છે. ત્યારે દૂધને બમણું શક્તિવર્ધક બનાવવા માટે ડ્રાયફ્રુટ અને ખજૂરનો ઉપયોગ કરી શકાય છે. તો આજે અમે તમને જણાવીશું ડ્રાયફ્રુટ અને ખજૂરમાંથી બનતું ખજૂરનું દૂધ.. ખજૂર ને મધનો ઉપયોગ કરી તૈયાર કરીશું જે નાના મોટા બધા માટે તેમજ ખાસ બાળકો ને સ્ત્રીઓ માટે તો ઘણી શક્તિ વર્ધક પીણું છે તો ચાલો ખજૂરનું દૂધ બનાવવાની રીત.. ખજૂરનું દૂધ બનાવવા જરૂરી સામગ્રીઃ ફૂલ ક્રીમ દૂધ 2 કપષ ઠળિયા વગરની ખજૂર 15-20, બદામ પલાળી ને ફોતરા ઉતારેલી 4 કપ, કાજુ 1/4 કપ, પિસ્તા 1 ચમચી, એલચી પાઉડર 1/2 ચમચી, કેસરના તાંતણા જરૂર મુજબ, ગરમ કરી ઠંડુ કરેલ દૂધ / ગરમ દૂધ 500 એમ.એલ., મધ જરૂર મુજબ ખજૂરનું દૂધ બનાવવાની રીતઃ ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામને ગરમ પાણીમાં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢીને અલગ કરી નાખો અને ખજૂરના ઠળિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને બે ચાર બદામ, કાજુ,પિસ્તાની કતરણ કરી એક બાજુ મૂકો.. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધને સાત આઠ મિનિટ ઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસીને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝમાં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધમાં મિક્સ કરી પી શકો છો હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ, મધ નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ.