મોરબીઃ મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના નવા હોદ્દેદારોની આજરોજ બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આજરોજ મોરબી જિલ્લાના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ જેવા કે MPHS / FHS /MPHW /FHW કેડરના જિલ્લાના તમામ તાલુકામાંથી કર્મચારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રિન્ગલભાઈ ડાંગર, ઉપપ્રમુખ તરીકે બીનાબેન સનાવડા, મહામંત્રી તરીકે અરવિંદભાઈ પરમાર, જિલ્લા મુખ્ય કન્વીનર તરીકે દિલીપભાઈ દલસાણીયા, ખજાનચી તરીકે તૌફીકભાઇ ગઢવાળા અને સહ ખજાનચી તરીકે રાજેશભાઈ હુંબલની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.