રાજકારણને માત્ર સેવાનું જ માધ્યમ બનાવી હમેશા પોતાના મત વિસ્તારના લોકોની સેવા કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી મોરબી : હળવદ ધ્રાગંધ્રા બેઠકના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને અગ્રણી ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરાએ આજે પોતાના જન્મદિવસે હળવદના તમામ પ્રશ્નોને ઉકેલવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ રાજકારણને માત્ર સેવાનું જ માધ્યમ બનાવી હમેશા પોતાના મત વિસ્તારના લોકોની સેવા કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. હળવદ ધ્રાગંધ્રા બેઠકના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને અગ્રણી ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરાનો આજે જન્મ દિવસ છે. પોતાના જન્મદિવસે તેઓએ પોતાના મત વિસ્તાર હળવદ ધ્રાગંધ્રાના ધાર્મિક સ્થળોએ દર્શન કરીને ભગવાનના આશીર્વચન મેળવ્યા હતા અને સાથેસાથે પોતાના મત વિસ્તાર હળવદ ધ્રાગંધ્રાના ખેડૂતોના ને કાઈ પ્રશ્નો તેમજ પ્રાથમિક સુવિધાના અભાવના જે કાઈ પ્રશ્નો હશે તે તમામ પ્રશ્નોને વાચા આપી વિકાસના કાર્યો કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ એક ધારાસભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક પ્રજાના તમામ પ્રશ્નો ઉકેલવા હર હમેશ પ્રયત્નશીલ રહેશે અને રાજકરણને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને માત્ર સેવાનું માધ્યમ બનાવીને હળવદ ધ્રાગંધ્રા વિસ્તારના ખેતી સહિત પ્રાથમિક સુવિધાના પ્રશ્ને યોગ્ય આયોજન કરીને ઉકેલવા માટે હર હમેશ ખડેપગે રહી કોઈપણ જાતના દુરાગ્રહ રાખ્યા વગર તટસ્થતાથી વિકાસમાં જ ધ્યાન આપવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.