ધારાસભ્ય કાનાભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી જિલ્લા ભાજપે પાક.ના વિદેશ મંત્રી બિલાવર ભુટોના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરી કલેકટર આવેદન આપ્યું મોરબી : દેશના વડાપ્રધાન વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ બફાટ કરીને આકરી ટિપ્પણી કરતા દેશભરમાં તેમની સામે વિરોધ ઉઠ્યો છે. ત્યારે મોરબીમાં પીએમ મોદી વિરુદ્ધ બફાટ કરનાર પાક.ના વિદેશ મંત્રી બિલાવર ભુટોના પુતળાનું મોરબીમાં દહન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય કાનાભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી જિલ્લા ભાજપે પાક.ના વિદેશ મંત્રી બિલાવર ભુટોના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરી કલેકટર આવેદન આપ્યું હતું. તાજેતરમાં યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશ મંત્રીના આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનવાના મુદ્દે કોઈ જવાબ આપવાની અવસ્થામાં ન હોય તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટોએ બોખલાય જઈને દેશના વડાપ્રધાન મોદી વિરુદ્ધ બફાટ કરીને બલિશ નિવેદન આપ્યું હતું. પાક.ના આ વિદેશ મંત્રીના દેશના વડાપ્રધાન સામે હીન કક્ષાનું બલિશ નિવેદન આપવા સામે પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આથી મોરબી જિલ્લા ભાજપ દ્વારા ધારાસભ્ય કાનાભાઈ અમૃતિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, વિશાલ ઘોડાસરા સહિતના યુવા ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પાક.ના વિદેશ મંત્રી બિલાવર ભુટોના પુતળાનું દહન કરી તેમજ તેમની વિરુદ્ધ હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કલેકટર આવેદન આપી પાકના વિદેશમંત્રી માફી માંગે તેવી માંગ કરી હતી. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL