શહેરમાં આવેલા તમામ જાહેર યુરિનલનું રીનોવેશન કરી નિયમિત સફાઈ કરવાની માંગ હળવદ : હળવદ શહેરમાં બજાર સહિત ભીડ ધરાવતા વિસ્તારમાં આવેલ જાહેર યુરિનલો સફાઈને અભાવે એટલી હદે દુર્ગધ ફેલાવી રહ્યા ચડ કે, આસપાસના વેપારીઓ સહિતના લોકોનું આ ગંદકીથી માથું ભમી જાય છે. તેમાંય શહેરના દરબાર નાકા પાસે આવેલ જાહેર યુરિનલની સફાઈના અભાવે ગંદકીના થર જામી ગયા છે. જો કે દરેક યુરિનલની હાલત બહુ જ ખરાબ હોવાથી શહેરમાં આવેલા તમામ જાહેર યુરિનલનું રીનોવેશન કરી નિયમિત સફાઈ કરવાની માંગ ઉઠી છે. હળવદ શહેરના જાગૃત નાગરિક અજજુભાઈએ જણાવ્યું હતું કે, હળવદ શહેરમાં બજાર અને ભીડ વિસ્તારમાં આવેલા જાહેર યુરિનલોની દશા સારી નથી. ઘણા સમયથી આવા યુરિનલોની સફાઈ કરવામાં આવતી નથી. તંત્રની બેદરકારીના પાપે જાહેર યુરિનલોમાં ગંદકીના થર એટલી હદે જામી ગયા છે કે લોકોને ઉપયોગ કરી શકતા નથી. એટલું જ નહીં આસપાસના વેપારીઓ અને લોકોનું મગજ ચકરાઈ જાય તેવી યુરિનલોની કપરી હાલત થઈ છે. જેમાં હળવદના દરબાર નાકા પાસે જાહેર વિસ્તારમાં આવેલ યુરિનલ સફાઈના અભાવે એટલી હદે દુર્ગધ ફેલાવી રહ્યું છે કે લોકોને એનો ઉપયોગ કરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે. શહેરમાં આવેલ તમામ યુરિનલોની ખરાબ હાલત હોય રીનોવેશનની તાતી જરૂરિયાત છે. આથી તંત્ર શહેરમાં આવેલા તમામ જાહેર યુરિનલનું રીનોવેશન કરી નિયમિત સફાઈ કરવાની માંગ ઉઠાવી છે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL