મોરબી : મોરબીના પાવડીયાળી કેનાલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મજૂરોની રૂમમાંથી બે મોબાઈલ ચોરી જનાર તસ્કરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાવડીયાળી કેનાલ નજીક આવેલ લિજાજ સીરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં લેબર ક્વાર્ટરમાં રહેતા સત્યનારાયણ કુમેરસિંગ ગોપની નામના શ્રમિક તેમજ તેમના મિત્ર રૂમમાં સુતા હતા ત્યારે રૂપિયા 25 હજારની કિંમતના બે મોબાઈલ ફોન ચોરાઈ જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ ચોરીની આ ઘટનામાં પોલીસે ટેકનિકલી તપાસ કરી આરોપી સુગ્રીવકુમાર ગોકળભાઈ ચમાર, રહે.શાપર ગામની સિમ વાળાને તાત્કાલિક ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.