આશીફ નામના યુવાને અશોક નામ જણાવી મિત્રતા કેળવ્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યાની રાવ, એ ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીમાં હિન્દુ નામ ધારણ કરી સગીરાને ફસાવીને બાદમાં ધાકધમકી આપી વિધર્મી યુવાન 5 વર્ષથી યુવતી ઉપર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે એ ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરમાં રહેતી એક યુવતિએ એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું હતું કે આશિફ ઉર્ફે અશોક બાબુભાઇ ઉર્ફે મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસ મોરબીવાળાએ પાંચેક વર્ષ પૂર્વે જ્યારે તે ધો.10માં હતી. ત્યારે ચિઠ્ઠી ફેંકી હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. ત્યારે તેને પોતાનું નામ અશોક જણાવેલ હતું. બાદમાં આ શખ્સ બાઇક ઉપર ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા જણાવ્યું હતું. પણ તેને ઇન્કાર કરતા બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી આવી રીતે અવારનવાર લઈ જઈને બળજબરીથી સબંધ બાંધ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તેનું સાચું નામ આસિફ છે. બાદમાં આ શખ્સે કામના સ્થળે આવી ધમકાવીને ધરાર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. ત્યારપછી મિત્ર તરફથી હિંમત મળતા આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે આ મામલે ફરિયાદ નોંધી દુષ્કર્મ વખતે યુવતી સગીર હોય આસિફ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.